5 Quotes by Jitesh Donga

  • Author Jitesh Donga
  • Quote

    એક મોટી બેગની અંદર થોડાં કપડાં હતાં, કપડાં ઉપર બાએ બનાવી દીધેલી સુખડીનો ડબ્બો હતો. બાજુમાં પ્લાસ્ટિકની કોથળીમાં મૂકેલાં પ્રોફેશનલ શૂઝ અને બેલ્ટ હતાં. બેગના સાઇડ પોકેટમાં અગાથા ક્રિસ્ટીની એક નોવેલ હતી. એક નાનકડું તાળું, તેલ, શેમ્પુ, સાબુ, બ્રશ, ટૂથપેસ્ટ અને...?અને બેગના એકદમ તળિયે કોઈને દેખાય નહીં તેમ સપનાંઓ ભરેલાં હતાં.હા.સપનાંઓ.પથ્થર જેવા નિર્જીવ અને ભારે સપનાંઓ જે બેગને એટલી વજનદાર બનાવી રહ્યાં હતાં કે બેગ આ બાવીસ વરસના યુવાનના ખભાને ઝુકાવી દેતી હતી...

  • Tags
  • Share

  • Author Jitesh Donga
  • Quote

    કારણકે બુધ્ધી વગરના માણસો જ પુસ્તકો ભેગા કરે, અને એને પ્રેમ કરે. હું તો જે પુસ્તક વાંચી નાખું એ બીજા બાળકો કે મારી દુકાન પર આવતા માણસોને દાન કરી દઈશ. પુસ્તકો જિંદગીઓ સુધારે, એટલે એના થપ્પા ના કરવાના હોય, કે એને પ્રેમના કરવાનો હોય, એને વહેંચી દેવાના હોય.

  • Tags
  • Share

  • Author Jitesh Donga
  • Quote

    ભૂખ જન્મતી હતી, ભૂખ મોટી થતી હતી, ભૂખ મરી જતી હતી...

  • Tags
  • Share


  • Author Jitesh Donga
  • Quote

    આ જિંદગીમાં ખુશીથી જીવવાનો એક જ રસ્તો છે. ગમતું કામ કરવું. એવું કામ કરવું જેમાં મારો કંઈક અર્થ હોય, ખુશી મળતી હોય અને કામનો નશો હોય, ઝનૂન હોય. એવું કામ કરવું જે કરીને શરીર ભલે થાકે, પરંતુ મનમાં ઉત્સાહ જ હોય. જેમાં રૂપિયા ભલે ઓછા મળે પરંતુ હું ખુશ હોઉં.

  • Tags
  • Share